આ વ્રત ગમે તે દિવસે કરી શકાય છે. સ્ત્રી પુરૂષ બન્ને આ વ્રત કરી શકે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નહાઈ ધોઈ નિત્યક્રમ કરીને મંદિરે દર્શન કરવા જવુ અને આખો દિવસ મૌન પાળવાનું હોય છે.માટે ભગવાન ને પ્રાર્થના કરવી કે “હે પ્રભુ ! આજે કોઈ પણ પ્રકારે મારૂ મૌન તુટે નહિ એવી તું શક્તિ દે જે ! “ અને સાજે દિવસ આથમી જાય અને આકાશમાં તારાઓ દેખાય ત્યારે મૌન છોડવાનું વિધાન છે. વ્રત કરનારે આખો દિવસ એક ટાણુ કે ઉપવાસ કરવાનો હોય છે.
સામાન્ય રીતે આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુઋષ કરી શકે છે. આ વ્રત કરનારે સવારે સુર્યોદય પહેલા ઉઠીને મૌન ધારણ કરવાનુ હોય છે. મનમાં તમે રામ રામ ના જાપ કરી શકો પરંતુ મોઢે થી કંઈજ બોલી શકાય નહિ. રાત્રે આકાશમાં તારા દેખાય ત્યારે આ વ્રત છોડવાનું હોય છે. પણ વ્રત છોડાવનાર કોઈ બીજી વ્યક્તિ હોવી જોઈએ. કે જે મોટે થી બોલે :
” ઝાલર ઝમ ઝમ વાગે, ઘંટ વાગે ઘંટ વાગે;
તારા ઉગ્યા , તારા ઉગ્યા, મુનિઓના વ્રત છુટ્યા
બોલો મુનિ રામ રામ ! ”
આ સાંભળીને વ્રત કરનાર “ રામ રામ ” બોલે છે. અને વ્રત છોડે છે.
આ વ્રત કરવાથી મન શાંત થાય છે. પ્રભુ ભક્તિ વધે છે. અન આયુષ્યમાં વૃધ્ધિ થાય છે.


No comments:
Post a Comment