gujarati

Breaking

Subscribe Us

How to apply New CSC Centre : 2020



CSC શુ છે?

CSC નો મતલબ Common Service Centre થાય઼ છે,એટલે કે સામાન્ય઼ જન સેવા કેન્દ્ર. જન સેવા કેન્દ્ર દ્વારા તમે આસાની થી ગણાબધા ઓનલાઈન કામો ને પુરા કરી શકો છો. આના માધ્ય઼મ થી ગણા પ્રકારના પ્રમાણપત્રો જેમ કે :- રહેઠાણનુ પ્રમાણપત્ર, આવકનુ પ્રમાણપત્ર, જાતીનુ પ્રમાણપત્ર તથા અન્ય઼ વિવિધ કાર્ડ જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે માટે આવેદન કરી શકો છો.
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રિય ઈ-ગવર્નેસ પોલીસીના અંતરગત સૂચનાઓ તથા યોજનાઓ ની જાણકારી જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી CSC Center એટલે કે  Common Service Center ની શરૂઆત કરી છે. આ સેન્ટર્સ ના માધ્યમ થી સરકાર નાગરેકોને ખેતી , સ્વાસ્થ્ય, શિક્ષા , મનોરંજન, બેન્કીગ તેમજ વિત્તિય સેવાઓ, ઉપયોગિતા સંબંધિત સેવાઓ પ્રદાન કરવાનું કાર્ય કરશે.  Common Service Center નો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકો ને સમય પર વ્યાજબી દરે E-Governance Services ઉપલબ્ધ કરાવાનો છે. 

CSC VLE શું છે?


                        VLE નો મતલબ  Village-Level Entrepreneur એટલે ક્ષેત્ર આધારીત ઉદ્યમી. CSC CENTER નો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રો માં તમામ સરકારી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. જે વ્યક્તિ csc centre ચલાવે છે તે vle કહેવાય છે. 
                      vle નું કામ પોતાના ક્ષેત્રમાં csc દ્વારા જે સેવાઓ મળે છે તેમને લોકો સુધી પહોંચળવી . અને આ કામ માટે vle ને કોઈ ફિક્સ વેતન મળતું નથી પણ પ્રત્યેક કામ માટે તેને કમિશનના રૂપે થોડી રકમ મળે છે. 

csc માટે આવેદન કોણ કરી શકે ?

csc  centre માટે કોઈ પણવ્યક્તી  કે જે , 

  1. 10 પાસ હોય અને 
  2. તેના પાસે મોબાઈલ 
  3. લેપટોપ કે કોમ્પ્યુટર 
  4. પ્રિન્ટર 
  5. ફિંગર પ્રિન્ટ સ્કેનર 
  6. ઈન્ટરનેટ કનેક્શન 
  7. અને કામ કરવા માટે એક જગ્યા હોય તે આવેદન કરી શકે છે. 
શું શું સેવાઓ આપશે CSC કેન્દ્ર 

સિએસસી માં પાનકાર્ડ, આધારકાર્ડ, ઇલેક્શન કાર્ડ, મતદાર યાદી માં નામની નોંધણી , ઓળખ કાર્ડ, પાસપોર્ટ બનાવવાની સુવિધા આપી શકાય છે. આ સિવાય તમે મોબાઈલ રીચાર્જ , મોબાઈલ બીલ પેમેન્ટ, ડીટીએચ રીચાર્જ, ઇનશન્ટ મની ટ્રાન્સફર , ડેટા કાર્ડ રીચાર્જ એલઆઇસી પ્રીમિયમ,રેડ બસ, એસબીઆઇ લાઇફ , બિલ ક્લાઉડ જેવી સેવા પણ ઉપલબ્ધ કરવી શકો છો. અહી બૅન્કિંગ , ઇન્સ્યોરન્સ , અને પેન્શન સર્વિસ પણ આપી શકે છે. csc સેન્ટર માં પ્રૌઢ શિક્ષા કાર્યક્રમ , ડિજિટલ લિટરેસી પ્રોગ્રામ, વોકેશનલ તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ આપી શકાય છે. ખેડૂતો ને csc ના માધ્યમ થી હવામાન ની જાણકારી તેમજ માટી ની પરખ જેવી સુવિધાઓ પણ આપી શકાય છે. એટલુંજ નહીં ટેલે મેડિસિન ની સેવા પણ આપી શકાય છે.  

Government to Citizen: આમાં જે સુવિધાઓ આવે છે. એમાં છે પાનકાર્ડ બનાવવું , પાસપોર્ટ બનાવવા , આધાર , ઇલેક્શન સબંધિત સેવાઓ ... 

Business to citizen: મોબાઈલ રીચાર્જ , મોબાઈલ બિલ પેમેન્ટ , DTH રીચાર્જ, મની ટ્રાન્સફર ,  LIC પ્રીમિયમ 

Financial Inclusion: બૅન્કિંગ , ઇન્સ્યોરન્સ , અને ફાઇનાન્સ


Csc center માટે આવેદન પ્રક્રિયા શું છે ?

Csc  માટે આવેદન કરવા માટે તમારે સૌપ્રથમ TEC (Telecentre Entrepreneur Course)માટે આવેદન કરવું પડશે અને પરીક્ષા પાસ કરવી પડશે. 

  1. આવેદન કરવા માટે આપે  http://www.cscentrepreneur.in/login પર જવું પડશે. (TEC આવેદન કેવી રીતે કરવું જાણવા માટે આ વાંચો.) ત્યાર બાદ  csc ના રજીસ્ટ્રેશન પોર્ટલ પર જઈને આવેદન કરવું પડશે.
  2. આવેદાન કરવા માટે તમારે  https://register.csc.gov.in/register પર જઈને ઓનલાઈન આવેદન કરવું પડશે. 

પ્રથમ પગલું:-

  1.       CSC VLE સિલેકટ કરો. 
  2.      TEC certificate number નાખો. 
  3.    10 આંકડા નો મોબાઈલ નંબર નાખો. 
  4.    kepcha કોડ ભરો. 
  5.    અને સબમિટ પર ક્લિક કરો . 

બીજું પગલું  :-

આગળ ના પગલાં માં તમારા મોબાઈલ પર એક otp આવશે જેને તમે તમારા ઈમેલ આઇડી સાથે ભરી દો. 
ઈમેલ આઈડી નાખ્યા પછી એક otp'તમને ઈમેલ દ્વારા પ્રાપ્ત થસે જેને ભર્યા પછી સબમિટ પર ક્લિક કરી દો. 


ત્રીજું પગલું  :-

હવે આપની સામે  CSC Application Form ખૂલી જશે અહી તમારે બધી માહિતી ભરવાની રહેશે. એપ્લિકેશન ફોરમ માં તમારી પાસે થી vid  નંબર માંગશે જેની જાણકારી તમને ઈમેલ દ્વારા મળશે. 

ચોથું પગલું  :-

બધી માહિતી ભર્યા બાદ એક નવું પેજ ખૂલી જશે અહી તમારે તમારા સેન્ટર ની માહિતી ભરવાની રહેશે. તમારે છબીઓ ના મધ્યમ થી csc ની સ્થિતિ સુનિશ્ચિત કરવાની રહેશે 

પાંચમું પગલું  :-

તમારા દ્વારા આપવામાં આવેલ બધી જ માહિતી અપરુંવ થાય પછી આપની ઈમેલ આઈડી પર તમારો આઈડી પાસવર્ડ અને ડીજી લૉકર ની માહિતી આપી દેવામાં આવશે હવે તમે સબમિટ પર ક્લિક કરો. 

છઠ્ઠુ પગલું  :-

ધ્યાન રાખો કે તમે આવેદન પ્રક્રિયા સમાપ્ત થાય પછી રેફરેન્સ નબર અવશ્ય નોટ કરી લો. આના દ્વારા તમે CSC Application Form નું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકશો. 

No comments:

Post a Comment