એક ખુબ મોટુ શહેર હતુ. જેમા હજારો લાખો કુટુંબો વસતા હતા. પણ કોઈ ને કોઈની પડી ન હતી. લોકો એક બીજાની સામે પણ જોતા ન હતા. ત્યારે સુખ દુ:ખ મા સહભાગી થવા ની વાત જ ક્યા રહી. દરેક જણ પોત પોતાના કામ મા તલ્લીન હતા. ભજન પુજનમાં કોઈને ખાસ રસ ન હતો.દારૂ, સટ્ટો, જુગાર, મટકો એવી તો કેટલીય કુટેવો અને વ્યસનો પોતાનો પરચો બતાવી રહ્યા હતા. પણ આવા અંધકારમાં ક્યાક એક નાનકડો તારલો જબુકતો હોય છે. એકાદ કોડિયો પોતાના થી બનતો પ્રકાશ આપતો હોય છે. બસ આ જ રીતે આ મોટા શહેરમાં સુશીલાબેનનો સંસાર ચાલતો હતો. તેઓ નામ પ્રમાણે જ સુશીલ અને સાત્વીક હતા. ઈશ ચિંતન અને ભજન પુજનમાં અખુટ શ્રધ્ધા રાખતા હતા. તેમનો સંસાર એક આદર્શ સંસાર હતો. દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા.પણ નિયતીના મનમાં કંઈક જુદુ જ હતુ કર્મની ગતિ અકળ અને અટલ હોય છે. સુંદર રીતે ચાલતો સુશીલાબેનનો સંસાર એક દિવસે ઠપ થઈ ગયો. નિતિ નિયમે ઘરમાં આવતી લક્ષ્મી રીસાતી ગઈ. છેવટે ઘરમાં આવતા પૈસા એટલા ઓછા થવા લાગ્યા કે ખાઈ પીને સુખી રહેવાની વાત તો ઠીક પણ એક એક કોળીયા માટે વલખા મારવા પડ્યા. આવુ કેમ થયુ ?
શહેરના અનિષ્ટોએ સુશીલાબેનના સીધા સાદા પતિદેવને પણ ના છોડ્યા. સુબોધકુમાર એક રાતમાં કરોડપતિ બનવાના સપના જોવા લાગ્યા અને રેસની લતે ચડી રોડપતિ ગરીબ બન્યા. અધુરામાં પુરુ દારૂનું પણ વ્યસન વળગ્યુ. બસ આથી વધારે શું જોઈએ? સુબોધ કુમાર ની બધી જ કમાણી રેસ ના મેદાન મા અને દારૂના પિઠામાં પગ કરી ગઈ. કોઈ કાળે જ્યાં આનંદ મંગલના ફુવારા ઉડતા હતા તે ઘરમાં સદૈવ ગાળા – ગાળી, ઝગડા અને દારિદ્રતાની ગંદી નાલિઓ વહેવા લાગી. બિચારા સુશિલાબેન તો ડગાઈ ગયા. શું કરવુ એની વિમાસણમાં એકલા અટુલા રડતા રહેતા. પણ આવા સંજોગોમાં પણ તેમણે ઈશ્વરનો સાથ ના છોડ્યો. સંપુર્ણ શ્રધ્ધા ભક્તિથી તેઓ ઈશ્વરને ભજવા લાગ્યા. કાળ કદી કોઈના માટે રોકાય છે ? દિવસો ઉપર દિવસો વિતતા ગયા એક દિવસ સુશિલાબેન પોતાના નિત્યક્રમ પ્રમાણે ઈશ ચિંતનમાં મગ્ન હતા.
બપોરના બાર ક્યારે વાગ્યા એની કાંઈ જ ખબર ના પડી. પણ આ શું દરિદ્રોના ઘેર વળી બાર વાગ્યે કોણ આવ્યુ ? આવાજ સાંભળી સુશિલાબેન દરવાજે આવ્યા. જોયુ તો એક જટાધારી સત્પુરૂષ બહાર ઉભો હતો અને ખાવાનુ આપવા માટે યાચના કરતો હતો. શુશિલાબેનને દયા તો આવી પણ બિચારા શુ કરે ?પણ હિંમત ના હાર્યા, તેમને યાદ આવ્યુ કે, ગઈ કાલે જ એમની શેઠાણી કપડા વાસણ કર્યા પછી પોતાને બે વાસી રોટલીઓ આપી હતી. એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર તેઓ ઘરમાં જઈ એ રોટલીઓ લઈ આવ્યા અને પેલા સત્પુરૂષની ઝોળીમાં નાખી દીધી અને બે હાથ જોડીને પાછા ફરતા હતા ત્યાં જ મહાત્મા એ કહ્ય, કેમ બેન ઉદાસ છો ? પોતે બે દિવસ થી કાંઈ ખાધુ નથી અને ઉપરથી જે હતુ એ પણ મને આપી દિધુ ! આવી રીતે કેટલા દિવસ ભુખ્યા રહેશો ? બસ હવે સુશિલાને મનોમન ખાત્રી થઈ કે આ કોઈ સત્પુરૂષ જ નહિ પણ સંત મહાત્મા જણાય છે. વ્યથીત અંત: કરણે સુશિલાએ મહાત્માને વિતક કથા કહી સંભળાવી અને ઉપાય બતાવા આજીજી કરી. મહાત્માએ સુશિલા ને ઉભી કરી ને કહ્યુ બેટા ! સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિઓ તો આવ્યા જ કરે છે. પણ હુ તને એક તદ્દ્ન સીધુ અને સહેલુ વ્રત કથન કહુ છું. વ્રત નાનુ જ છે. પણ એનુ ફળ મહાન છે. જો આ વ્રત હિંમત અને ધિરજ રાખી કરીશ તો જરૂર સુંદર ફળ મળશે જ. દર શુક્રવારે સાંજે દિવા બત્તીના સમયે એકાદ બે સાચા સોનાનાં ઘરેણાને હળદર કંકુ તથા એક લાલ ફુલ ચડાવીને એની પુજા કરજે. એ દિવસે સાંજની રસોઈમાં એકાદ મિષ્ટાન બનાવી ને એનો નૈવેધ ઘરેણા રૂપી લક્ષ્મીજીને ધરાવજે. ધુપ-દિપ કરી આરતી ઉતારી ઘરનાં બધાને ધરાવેલો નૈવેધ પ્રસાદ તરીકે વહેંચી દેજે અને ઘરેણા એની જગ્યાએ મુકી દેજે. બસ, વ્રત પુરુ થયુ. જપ - તપ ઉપવાસ કશુ જ નહિ છતાય માત્ર ફળ મહાન. હવે કાલે જ શુક્રવાર છે. જાગ્યા ત્યારથી સવાર ! કાલથી વ્રત ચાલુ કર, ઈશ્વર તારુ કલ્યાણ કરે.
સુશિલા તો બેબાકળી થઈ ગઈ અને ફરી મહાત્માને પગે લાગી. મહાત્માએ પોતાની ઝોળી માંથી સુશિલાએ આપેલી પેલી બે રોટલીઓ પ્રસાદ તરીકે પાછી આપી અને જતા રહ્યા. પણ શું ચમત્કાર ? રોટલીઓ હમણાં જ તાવડી પરથી ઉતારી હોય એવી ગરમ અને તાજી હતી. સુશિલાને મનોમન ખાત્રી થઈ કે આ બીજુ ત્રીજુ કોઈ જ નહિ પણ ભગવાન દત્તાત્રેયજી આપણા ઉપર પ્રસન્ન થઈને માર્ગ દર્શન કરી ગયા. એના આનંદની કોઈ સીમા જ ન રહી. હવે તો એના મન ને એક જ લગની લાગી કે શુક્રવારની સાંજ કયારે પડે.
બીજા શુક્રવારે સુશિલા સવારથી જ ખુશ હતી. મિનીટો પછી મિનીટ અને કલાકો પછી કલાક વિત્યા ને સાંજનો સમય થયો. દિવા બત્તી કરીને સુશીલાએ કાળજી પુર્વક સંતાળી રાખેલી સોનાની ચેન અને લગ્ન વખતે પતિદેવે આપેલી સોનાની વિંટી એક વાટકીમાં મુકી દીધીઅને મહાત્માના કહ્યા પ્રમાણે પુરી શ્રધ્ધાથી એની પુજા કરી. ધુપ દિપ કરી લક્ષ્મીની આરતી ઉતારી. સુશીલાને મહાત્માના વચન પર અખુટ શ્ર્દદા હતી. એવી રીતે બે શુક્રવાર વીતી ગયા આજે ત્રીજો શુક્રવાર હતો આમ તો નવા મહિનાની પહેલી તારીખ અને ત્રીસમી તારીખ બન્ને સરખી જ હતી. વળી આજની દશા તો ખુબ જ કફોળી હતી. ઘરમાં ન હતા ધુપ દિપ કે પ્રસાદ બનાવવા માટે અનાજનો દાણો શું કરુ ? ક્યાંથી લાવું ? વિચારોના વમળોમાં સુશિલા ગરકાવ થઈ હતી એટલામાં બારણે ટકોરા પડ્યા અને સુશિલા સાવધ થઈ. કોણ હશે ? બારણુ ખોલ્યુ અને આશ્ચર્યનો પાર ન રહ્યો કોઈ પણ દિવસ રાત્રે બાર પહેલા ઘરે ન આવનાર પતિદેવ સાક્ષાત ઉભા હતા. અપરાધી સ્વરમાં સુબોધકુમારે પત્નીને બોલાવીને એના હાથમાં સંપુર્ણ પગાર મુકી દીધો. બે મિનીટ તો બન્ને કશુ જ બોલી ન શક્યા. સુબોધ કુમારે કહ્યુ : ગયા શુક્રવારે મારા સપનામાં એક જટાધારી સાધુ હાથમાં ત્રિશુલ લઈને આવ્યો અને મને કહેવા લાગ્યો કે રેસ ની લત છોડી દે અને જો દારૂ પીધો છે તો તારી ખેર નથી. આટલુ કહી મારા બાવળા પકડી ને મને ખુબ હલાવા લાગ્યો. હુ ખુબ બી ગયો હતો મે બધુ જ છોડવાનુ કબુલ્યુ અને જાગી ગયો. એ દિવસથી મે બધુ બંધ કરી દીધુ છે. જે કાંઈ થયુ એ ભુલી જજે.
વ્રતનો તરત મળેલો પરચો જોઈને સુશીલા આનંદ વિભોર બની ગઈ એની શ્રધ્ધા ભક્તિ સોળે કળાએ ખીલી ઉઠી.ઝટપટ બજારમાં જઈ જોઈતી વસ્તુઓ લઈ આવી. મનોભાવે પુજા થઈ, નૈવેધ થયો. ફરી ફરી ને લક્ષ્મીજી અને ભગવાન દત્તાત્રેયજી ને પગે લાગી. પતિદેવને પુજાની પ્રસાદી આપી. સુબોધકુમારે પ્રસાદી લીધી અને પુજા વિશે પુછ પરછ કરી. સુશિલાએ વિગતવાર કથન કર્યુ. પતિદેવ ખુશ થયા. પોતાની પત્નીના લીધે જ ભગવાન દત્તાત્રેયજીના દર્શન થયા અને પાટા પરથી ઉતરી ગયેલી સંસારની ગાડી ફરી સારા માર્ગે લાગી. એ જાણીને ખુબ આનંદી થયા હવે ધીરે ધીરે કરીને લક્ષ્મી ઘરમાં સ્થીર થવા લાગી. ગીરવે મુકેલી બધી વસ્તુઓ એક એક કરીને ઘરમાં આવતી ગઈ. સમય પુર ઝડપે વીત્યો અને દિવાળી આવી દિવાળીની ભેટ તરીકે સુબોધ કુમારે સુશિલાને સોનાની ચાર બંગળીઓ આપી.
આડોસ પાડોસ ના લોકો આ બધુ જોઈ ને અચંબામાં પડી ગયા. પણ પુછવું કઈ રીતે ! એક દિવસ સુશિલાએ જ આડોસ પાડોસની બહેનોને વ્રતની વાર્તા કહી સંભળાવી. સુશિલાની સાત ખાસ બહેનપણીઓએ વ્રત ચાલુ કર્યુ. દરેકને ફાયદો દેખાવા લાગ્યો. મિનાક્ષીબેનના વર્ષોથી અટવાઈ પડેલા પૈસા પાછા મળી ગયા. સુનંદાબેનનો ખોવાયેલો મનાતો અછોડો મળી ગયો. દક્ષાબેનના દિકરાને બેંકમાં નોકરી મળી ગઈ. રેખાબેનની દિકરીને ખાનદાનના ઘરેથી માંગુ આવ્યુ. જેને જીતવાની કોઈ આશા જ ન હતી એવો કોર્ટ કેસ સીમાબેનના પતિદેવ જીતી ગયા. ખોટી રીતે હેરાન કરીને અટકાવવામાં આવેલુ સોનલબેનના પતિદેવનુ પ્રમોશન છુટી ગયુ અને પુષ્કળ નાણાંકીય લાભ થયો. વળી ચારૂમતીબેનના કિસ્સામાં તો કંઈક જુદુ જ બન્યુ ગયા વર્ષમાં એક વિનાશકારી પુરમાં વહી જતી બે બાળાઓ ને જીવના જોખમે બચાવવા બદલ સરકાર શ્રીએ એમના શૌર્યની કદર કરી એમનો સત્કાર કરી સુવર્ણચન્દ્રક એનાયત કર્યો.
એવી રીતે સુશિલાબેનની સાતે સાત બહેનપણીઓને વિવિધ રૂપે લક્ષ્મી વ્રતનો ફાયદો થયો. આ બધાને થયેલ ફાયદો જોઈને બીજી બહેનો પણ આ વ્રત કરવા લાગી. આમ કરતા કરતા શહેરના લાખો કુટુંબો સુખી થઈ ગયા અને સુખી થઈ રહ્યા છે. વ્રત રૂપી આ ગંગાજી તમારે આંગણે આવ્યા છે. તો તેમાં નહાઈ ને પવિત્ર થાઓ અને સુખી થાઓ. એટલે જ મારી મા – બહેનો આટલુ વ્રત કરો અને સુખી જીવનનાં ભંડાર ભરો.


No comments:
Post a Comment