અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું પર્વ એટલે હોળી. ફાગણ માસની પુનમનાં દિવસે આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી એ રંગોનો તહેવાર પણ છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળી ને હુતાસણી થી ઓળખવામાં આવે છે. હોળીનાં બીજા દિવસે ધુળેટી તરીકે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડા ની હોડી પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ - નગારા વગાડતા ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવી, લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી શક્તિનો નાશ કરવો અને દેવી શક્તિ નું આગમન કરવું.
હિન્દુ ધર્મને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો અને તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર ,ભૂમિ પર કે આકાશમાં ,માનવ દ્વારા કે પ્રાણી ,દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂછવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું. એણે એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું
પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કઈ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. ત્યારે પ્રહ્લાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઇશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો.
હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાડી શકતી નથી. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરે છે અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના વસ્તુ પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
હિરણ્યકશિપુ દ્વારા પોતાના ભક્ત પ્રહલાદને આ રીતે રંજાડવાના કારણે પ્રભુ તેના પર અત્યંત ક્રોધે ભરાય છે. પરંતુ હિરણ્યકશિપુને ભગવાનનું વરદાન હતું એટલે તે થોડાક સમય માટે ભગવાનના ક્રોધથી બચી જાય છે. અંતે પ્રહલાદને મારવાના અંતિમ પ્રયત્ન તરીકે એક લોખંડનો થાંભલો ગરમ કરાવવામાં આવે છે. અને હિરણ્યાકશિપુ દ્વારા પ્રહલાદને અંતિમવાર પુછવામાં આવે છે કે, બોલ આ થાંભલામાં પણ તને વિષ્ણુ દેખાય છે ? ત્યારે એ ભગવાનનો પરમ ભક્ત હા મા જવાબ આપે છે અને એને પિતા દ્વારા એ ગરમ કરેલા થાભલાને આલિંગન કરવાની આજ્ઞા કરવા માં આવે છે બરોબર સાંજનો સમય થયો હોય છે અને પ્રહલાદ જુવે છે કે એ ગરમ કરેલા લોખંડના ધગધગતા થાંભલા પર કીડીઓ બીલકુલ આરામથી ફરતી હતી. આ પ્રભુ શ્રી વિષ્ણુનો પોતાના ભક્તને સંકેત હતો કે, તું ઘભરાઈશ નહિ હું તારો વાળ પણ વાંકો થવા દઈશ નહિ. ત્યાર બાદ પ્રહલાદ આ ધગ ધગતા થાંભલાને બાથ ભિડીને ઉભો થઈ જાય છે. તેને કોઈ પણ પ્રકારે ઈજા કે કષ્ટ થતુ નથી. પરંતુ હવે ભગવાનને અમાપ ક્રોધ ચડે છે. અને એ આપણા સર્વે જીવોમાં વાસ કરનાર પ્રભુ થાંભલો ફાડીને સ્વયં નરસિંહ અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે. હવે બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા પર પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી એને હિરણ્યકશિપુનો વધ કરવામાં આવે છે. આ અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે.જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામ ની કથા પણ આવે છે .
આ દિવસે હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્વ છે.



No comments:
Post a Comment