
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
અંબે જ્યો જ્યો મા જગદંબે
દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ શક્તિ જાણું (2)
બ્રહ્મા ગણપતિ ગાએ (2) હર ગાએ હરમા, અંબે જયો જયો.... મા જગદંબે,
તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
ત્રયા થકી તરવેણી (2) તમે તરવેણી મા અંબે જયો જયો.... મા જગદંબે,
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં અંબે જયો જયો.... મા જગદંબે,
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્વ ત્યાં સોહિયે (2)પંચે તત્વોમાં અંબે જયો જયો.... મા જગદંબે,
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારીના રૂપે (2)વ્યાપ્યાં સર્વેમા અંબે જયો જયો.... મા જગદંબે,
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતામા અંબે જયો જયો.... મા જગદંબે,
અષ્ટમી અષ્ટભુજા આયી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્યા (2) દેવો દૈત્યો મા અંબે જયો જયો.... મા જગદંબે,
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,(2)કીધાં હર બ્રહ્મા ...અંબે જયો જયો.... મા જગદંબે,
દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા... અંબે જયો જયો.... મા જગદંબે,
એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્યામાને રામા,અંબે જયો જયો.... મા જગદંબે,
બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્હારા છે તુજ મા, અંબે જયો જયો.... મા જગદંબે,
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા અંબે જયો જયો.... મા જગદંબે,
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, અંબે જયો જયો.... મા જગદંબે,
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા અંબે જયો જયો.... મા જગદંબે,
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળેમાં પ્રગટયાં (2) રેવાને તીરે, હર ગંગાને તીરે, અંબે જયો જયો.... મા જગદંબે,
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, અંબે જયો જયો.... મા જગદંબે,
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે અંબે જયો જયો.... મા જગદંબે,
ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્યા (2) ચરણે સુખ દેવા અંબે જયો જયો.... મા જગદંબે,
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
અંબે જયો જયો.... મા જગદંબે,
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
આંગણ કૂકડ નાચે (2) જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
અંબે જયો જયો.... મા જગદંબે,
બોલો શ્રી અંબે માત કી,........ જય..............!
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

No comments:
Post a Comment