gujarati

Breaking

Subscribe Us

How To Convert Your Blog into Website



  આપના બ્લોગને સંપુર્ણ વેબસાઈટમાં પરીવર્તિત કરો...


મિત્રો .... હવે આપ સમજી ગયા હશો કે બ્લોગર પર ફ્રી બ્લોગ કેવી રીતે બનાવવો અને હું જાણું છુ કે આપના મન મા હવે એ સવાલ થતો હશે કે આ તો બ્લોગ બન્યો...! આનુ શું કરવાનું ! હા કારણ કે આપણે તો વેબસાઈટ બનાવવી હતી . પણ મિત્રો આ તો વેબસાઈટ બનાવવાનું પહેલું અને મુળભુત ચરણ હતું કે જે આપણે પુર્ણ કર્યુ. હવે જાણીશું કે આ બ્લોગ ને વેબસાઈટ મા કેવી રીતે પરીવર્તીત કરવુ.
         હવે તમે જોશો કે તમારા વેબ એડ્રેસ મા example.blogspot.com હશે. એટલે કે તમારા વેબ એડ્રેસ મા blogger જોડાયેલુ હશે. વેબસાઈટમાં તો માત્ર ને માત્ર www.example.com એડ્રેસ હોય છે. હા મિત્રો સાચી વાત છે! પણ હું તમને જણાવી દઉ કે આ તો માત્ર વેબસાઈટ બનાવવા માટે નુ પ્રથમ ચરણ જ હતું. હવે તમને સવાલ એ થશે કે તો બીજુ ચરણ શું છે અને કેવી રીતે આ બ્લોગને વેબસાઈટમાં પરીવર્તીત કરવુ. તો ચાલો મિત્રો એ પણ શીખી લઈએ ....

        તમારા બ્લોગને વેબસાઈટમાં પરીવર્તીત કરવા માટે તમારે એક ડોમેઈન રજીસ્ટર કરવું પડશે. હવે સવાલ એ છે કે ડોમેન રજીસ્ટર કરવું કેવી રીતે? શા માટે?
         ડોમેન રજીસ્ટર કરવાથી આપનો બ્લોગ વેબસાઈટ મા પરીવર્તીત થઈ જશે. ચાલો જોઈએ કે ડોમેન રજીસ્ટર કેવી રીતે કરવું . ડોમેન રજીસ્ટર કરવા માટે આપણે પ્રથમ કોઈ ડોમેન સેલિંગ કરતી હોય તેવી વેબસાઈટથી ડોમેન લેવુ પડશે. ઑનલાઈન આપને ઘણી બધી વેબ સાઈટ મળી જશે. એમાથી એક છે GoDaddy. હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે godaddy થી ડોમેન ખરીદી શકીએ છીએ. તમે કોઈ પણ ડોમેન રજીસ્ટર કરો પ્રોસેસ બધાની લગભગ સરખી જ છે.

ડોમેનને કેવી રીતે સેટ કરવું

સ્ટેપ ૧:-

GoDaddy ની સાઈટ પર જાઓ.
૧) જો તમારી જોડે તમારું GoDaddy નું પહેલેથી જ ખાતુ છે તો User Name અને Password નાખીને Sign in કરો.
૨) જો GoDaddyપર ખાતુ નથી તો Creat my account પર ક્લીક કરીને તમારું ખાતુ ખોલો.

સ્ટેપ ૨:-

GoDaddy પર account બનાવવા માટે આ પ્રમાણે ફોર્મ ભરવાનુ છે.અને જો તમે પહેલાથી જ account બનાવેલુ છે તો આ સ્ટેપ છોડી દો.
૧. તમારું E-mail નાખો.
૨. account બનાવવા માટે User Name નાખો. 
૩. તમારા GoDaddy Account માટે Password સેટ કરો. Password કમ સે કમ ૯ અંકોનો હોવો જોઈએ. અને તેમા મોટા અક્ષરો (દા.ત. ABDRED) નાના અક્ષરો (દા.ત. dlfjdflkdf) અને નંબરો (દા.ત. 123456) પણ હોવા જોઈએ. Password ની શરુઆત મા અને અંતમાં સ્પેસ ના હોવો જોઈએ.
૪. ચાર નંબરનો PIN સેટ કરવાનો છે. કોઈપણ ચાર અંકો નાખવાના છે. પણ આ નંબરો ને યાદ પણ રાખવાના છે. આ બધી જ માહિતીને યાદ રખો અને જો યાદ ના રહે તો ક્યાક લખી ને રાખો.
હવે તમારુ GoDaddy નું Account તૈયાર થઇ ગયુ છે.

સ્ટેપ ૩:-

હવે GoDaddy મા લોગ ઈન કરો અને ત્યાર બાદ વેબસાઈટ માટે નામ શોધો. નામ શોધવા માટે તમે GoDaddy ની સાઈટ પર Search Box મા તમારી સાઈટ માટેનુ નામ પસંદ કરો. તમારે તમારી વેબનું  જે નામ રાખવાનું હોય તે નામ Search કરો.જો તમે જે નામ ની વેબસાઈટ બનાવવા માંગો છો તે નામ બીજા કોઈ વ્યક્તિએ પહેલાથી જ વાપરેલુ હશે તો તમે તે નામ લઈ શકશો નહી.

સ્ટેપ ૪:- 

જો તમને તમારી પસંદ નુ નામ મળી જાય તો તેની કિંમત જુઓ અને ખાસ યાદ રાખો કે સ્પેલીંગ મા ભુલ ના થાય.
તેના પછી Continue To Cart પર ક્લિક કરી ને ડોમેન ને ખરીદો.

સ્ટેપ ૫:- 

હવે તમારી સામે એક નવી window ખુલશે.તેમા તમને બીજુ પણ ગણુ બધુ લેવા માટે પુછવામાં આવશે. આપ Continue To Cart પર ક્લિક કરો.

સ્ટેપ ૬:-

હવે જે પેજ ખુલશે તેમા તમારા ડોમેન ને લગતી માહીતી હશે.
૧. સૌપ્રથમ તમે કેટલા વર્ષ માટે રજિસ્ટર કરવા માંગો છો તે દર્શાવો.
૨. હવે કુલ કેટલા પૈસા થયા તે જુઓ.
૩. ત્યાર બાદ Proceed to Checkout પર ક્લિક કરો. 

સ્ટેપ ૭:-

૧. પુરી માહીતી ભરો.
૨. તમે જે રીતે પૈસા ચુકવવા માંગતા હોય તે રીત ને પસંદ કરો. NetBanking Dabitcard કે કોઈ અન્ય પદ્ધતી  પૈસા ચુકવો.
૩. ત્યારબાદ Continue પર ક્લિક કરો.

સ્ટેપ ૮

૧. તમારી પુરી માહિતી એકવાર ફરી થી ચકાસી લો. કે જે તમે તમારા વિશે આપી છે. 
૨. તમારા ડોમેન ને એક વાર ચકાસી લો. 
૩. તમારે કેટલા પૈસા ચુકવવાના છે તે જોઈ લો.
૪. જે શબ્દો આપેલા છે તેને ટાઈપ કરો.
૫. I agree to the following પર tik કરો.
૬. Place your Order પર ક્લિક કરો.

સ્ટેપ ૯

૧. તમારી સંપર્ક માહિતી (Contact Detail) ભરવાની છે.
૨. પૈસા ચુકવવાની રીત પસંદ કરીને તેની માહિતી ભરો.
૩. Make Payment પર ક્લિક કરો.

સ્ટેપ ૧૦

હવે તમે જે રીત થી પૈસા ચુકવવા નુ પસંદ કર્યુ છે તે બેંક ની વેબ સાઈટ પર તમે જશો.
પૈસા ચુકવ્યા પછી ફરીથી તમે GoDaddy ની સાઈટ પર આવી જશો.
હવે તમારી વેબ્સ્ નુ નામ રજિસ્ટર થઈ ચુક્યુ છે.

તમારા ડોમેન ને જોવા માટે...........

૧. ઉપર મેનુ મા Domains પર ક્લિક કરો.
૨. હવે Manage My Domainsપર ક્લિક કરો.
હવે તમારી સામે તમારી પુરી વેબસાઈટ ની માહિતી આવી જશે કે જે તમે ખરીદી છે.

        તો મિત્રો હવે તમે શીખી ગયા કે કેવી રીતે ડોમેન રજેસ્ટર કરવાનુ છે. હવે આ ડોમેન ને blogger માં એટલે કે તમારા બ્લોગ મા કેવી રીતે Add કરવુ અને કેવી રીતે તમારા બ્લોગ માંથી example.blogspot.com
એટલે blogspot હટાવવુ તે જાણીશું.


               મિત્રો આ પોસ્ટ તમને કેવી લાગી તે જણાવવાનુ ભુલશો નહિ. અને હા...! જો કોઈ પ્રશ્ન હોય તો આપ Comment Box મા લખી ને મને જણાવી શકો છો.

ધન્યવાદ


No comments:

Post a Comment