નમસ્કાર મિત્રો , તમે Adsense વિષે આ સાઇટ પર ગણીબધી પોસ્ટ વાંચી હશે, તેથી તમે સમજી ગયા હશો કે Adsense નું શું મહત્વ છે.Adsense ઓનલાઇન કમાણી માટે સૌથી સારો અને સરળ ઉપાય છે. એવું કહી શકાય , કેમ કે Adsense google ની એક સર્વિસ છે. તમે આના પર આંખ મૂકી ની ભરોસો કરી શકો છો. તમારી સાથે છેતરપિંડી થવાનો કોઈ સવાલ જ નથી .
શા માટે જરૂરી છે Adsense?
મિત્રો ઓનલાઇન કમાણી માટે Adsense એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ છે. Adsense ખાસ ત્રણ વસ્તુઓ માટે ઉપયોગી હોય છે. 1. બ્લોગ 2. યૂટ્યૂબ 3. એપ્લિકેશન .
(1) મિત્રો જો તમે કોઈ સુંદર વેબસાઇટ ડિજાઇન કરી છે, કે પછી તમારો ખુદનો બ્લોગ છે બ્લોગર પર કે વર્ડપ્રેસ પર તો તમારા માટે Adsense જરૂરી છે.
(2) જો તમે એક યુટ્યુબર છો , એટલે કે તમારી યુટ્યુબ પર કોઈ ચેનલ છે તો તમારા માટે Adsense એકાઉન્ટ હોવું આવશ્યક છે.
(3) જો તમે કોઈ મોબાઈલ અપ બનાવી છે તો પણ તમારા માટે Adsense એકાઉન્ટ હોવું ખૂબ જ આવશ્યક છે.
Adsense નું કામ શું છે?
મિત્રો , Adsense google ની જ એક સર્વિસ છે કે જે બ્લોગર અને વેબસાઇટ અને યુટ્યુબર ને પૈસા કમાવા નો મોકો આપે છે. Adsense આપણને ads આપે છે આપણાં બ્લોગ કે સાઇટ કે યૂટ્યૂબ પર બતાવવા માટે . મોટી મોટી કમ્પનીઓ તેમની પ્રોડક્ટ નો પ્રચાર કરવા માટે તેમની પ્રોડક્ટ ની ads Adsense ને આપે છે . Adsense એ ads આપણને આપે છે, આપણાં બ્લોગ કે વેબસાઇટ પર બતાવવા માટે. Adsense ને આના માટે સારી એવી રકમ મળે છે. તેમાંથી ads બતાવવા ના પૈસા આપણાં Adsense account માં જમા થઈ જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો મિત્રો કે , આપણને ads દેખાડવા ના પૈસા નથી મળતા પણ આપણી સાઇટ નો કોઈ મુલાકાતી તે ads પર ક્લિક કરે છે તો આપણને પૈસા મળે છે. તમે Adsense થી કેટલા પૈસા કમાશો તે તમારી સાઇટ ની ટ્રાફિક પર નિર્ભર કરે છે. જેટલા વધારે મુલાકાતીઓ તમારી સાઇટ પર આવશે એટલા વધારે ક્લિક થવાની શક્યતાઓ વધી જશે. મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખો કે ક્યારેય પણ પોતાની ખુદની ads પર ક્લિક ના કરો કેમ કે તેના થી તમારું Adsense account બંધ થઈ શકે છે. અને તમારી કમાણી નો મોકો ગયો સમજો. કેમ કે Adsense ના નિયમો ખૂબ જ કડક છે. જ્યારે તમે Adsense માટે એપ્લાઈ કરવા માંગો છો ત્યારે તેના નિયમો ને સારી રીતે વાંચી લો ત્યાર બાદ જ એપ્લાઈ કરો . ઠીક છે મિત્રો તો હવે આપણે વધારે સમય ના લેતા આપણાં ટોપિક પર જઈએ.
AdSense Account કેવી રીતે બનાવવું ?
મિત્રો, તમે જાણો છો કે તમારે મારા સ્ટેપ્સ ને ફોલો કરવા ના છે.
તમરે તમારું AdSense Account બનાવવા માટે ત્રણ સ્ટેપ્સ ને પૂરા કરવાના છે.
સ્ટેપ: 1
AdSense ની સાઇટ પર જઈને સાઇન અપ કરો . કે પછી નીચે સાઇન અપ પર ક્લિક કરો.
જ્યારે તમે ઉપર આપેલ લિન્ક પર ક્લિક કરો છો તો તમારા સામે એક આવું પેજ ખુલશે ન્યુ ટેબમાં.
(1) create account પર ક્લિક કરો.
સ્ટેપ: 2
જ્યારે આ પેજ ખૂલી જાય ત્યારે તમારે આ કરવાનું છે.
તમારી વેબસાઇટ કે બ્લોગ નું નામ ભરો. (જેમ કે,www.example.com )
તમારી વેબસાઇટ માટે ભાષા ને પસંદ કરો , જો તમારી વેબસાઇટ હિન્દી માં છે તો ડ્રોપ ડાઉન મેનૂ માંથી હિન્દી સિલેક્ટ કરો કે પછી જો તમારી વેબસાઇટ અંગ્રેજી માં છે તો ડ્રોપડાઉન મેનૂ માંથી ઇંગ્લિશ સિલેક્ટ કરો.
સ્ટેપ : 3
હવે ત્રણ સ્ટેપમાં તમારે માહિતી ભરવાની છે .
સૌપ્રથમ તમારે તમારો દેશ સિલેક્ટ કરવાનો છે. જેમ કે હું હાલ ભારતમાં છું તો હું India સિલેક્ટ કરીશ.
Time zone માં સામે ને સેટ કરો , ડ્રોપડાઉન મેનૂ માંથી સમય ને સેટ કરો જેમ કે હું અત્યારે ભારત માં છું તો હું (UTC+05:30) Kolkata સિલેક્ટ કરીશ.
અકાઉંટ ટાઇપ સિલેક્ટ કરો જો બિજનેસ માટે હોય તો business સિલેક્ટ કરો નહીં તો individual સિલેક્ટ કરો .
તમારું નામ લખો.
તમારું પૂરું સરનામું લખો.
પ્રાથમિક સંપર્ક માહિતી ને ભરવાની છે , તેમાં પહેલા કૉલમ માં તમારું નામ લખો પછી મોબાઈલ નંબર અને પછી ઈમેલ એડ્રૈસ નાખો.
અહી તમારે બતાવવાનું છે કે તમને AdSense વિષે કેવી રીતે ખબર પડી ડ્રોપડાઉન મેનૂ માંથી કોઈ એક ઓપ્શન પસંદ કરો.
AdSense Email Prefrence માં તમારે બધુ સારી રીતે વાંચીને Yes કે No સિલેકટ કરવાનું છે.
અને અંતમાં submit my application પર ક્લિક કરો.
1) I have read and accept agreement પર ટીક માર્ક કરો.
2) accept પર ક્લિક કરો.
મિત્રો તમારું AdSense Account બની ને તૈયાર થઈ ગયું છે, હવે તમે AdSense ની Ads ને તમારી વેબસાઇટ પર નાખી ને પૈસા કમાઈ શકો છો. જો તમારે હજુ વધુ સારી રીતે જાણવું છે કે AdSense નું અકાઉંટ કેવી રીતે બનાવવું તો અમારા આ વિડિયો ને જરૂર જુઓ. અમે વિડિયો ના મધ્યમ થી પણ વિસ્તૃત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો AdSense થી સબંધિત કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને નીચે આપેલ કમેંટ બોક્સ માં કમેંટ કરી ને પૂછી શકો છો.
हमारी साइट पर आपको कॉमन सर्विस सेंटर, डिजिटल इंडिया, यूट्यूब, ब्लॉगर, वर्डप्रेस, टेक्नोलॉजी, एफिलिएट मार्केटिंग आदि विषयों से संबंधित लेख मिलेंगे।
यदि आप एक ब्लॉगर, एक YouTuber हैं, या आप अपना CSC केंद्र चला रहे हैं, तो यह साइट आपके लिए बहुत उपयोगी होगी। अगर आपको हमारी साइट के लेख पसंद आए तो इसे लाइक करें, दोस्तों के साथ शेयर करें और सोशल नेटवर्क पर हमें फॉलो करें। हम अपनी साइट पर आपके लिए कई मूल्यवान और लाभदायक लेख अपलोड करने का प्रयास करते हैं। Read More
हमारी साइट पर आपको कॉमन सर्विस सेंटर, डिजिटल इंडिया, यूट्यूब, ब्लॉगर, वर्डप्रेस, टेक्नोलॉजी, एफिलिएट मार्केटिंग आदि विषयों से संबंधित लेख मिलेंगे।
यदि आप एक ब्लॉगर, एक YouTuber हैं, या आप अपना CSC केंद्र चला रहे हैं, तो यह साइट आपके लिए बहुत उपयोगी होगी। अगर आपको हमारी साइट के लेख पसंद आए तो इसे लाइक करें, दोस्तों के साथ शेयर करें और सोशल नेटवर्क पर हमें फॉलो करें। हम अपनी साइट पर आपके लिए कई मूल्यवान और लाभदायक लेख अपलोड करने का प्रयास करते हैं। Read More
No comments:
Post a Comment